દીકરીના લગ્ન કે અભ્યાસ માટે PF એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાની સરળ રીત

PF એકાઉન્ટ શું છે?

જો તમે નોકરી કરતા હોવ, તો તમારું PF (પ્રોવિડન્ટ ફંડ) એકાઉન્ટ જરૂર હશે. PF એકાઉન્ટમાં દર મહિને એમ્પ્લોયી અને એમ્પ્લોયર બંને પૈસા જમા કરે છે.

પૈસા ક્યારે અને કેમ કાઢી શકાય?

દીકરીના અભ્યાસ, લગ્ન, અથવા કોઈ અન્ય જરૂરી કામ માટે તમે PF એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકો છો.

રૂપિયા ઉપાડવાની પ્રોસેસ

EPFOની વેબસાઈટ https://unifiedportal-mem.epfindia.gove.in/memberinterface પર જાઓ.

તમારું અકાઉન્ટ Login કરો

તમારા યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN), પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખીને લોગિન કરો. પછી 'Manage' પર ક્લિક કરો અને ત્યાં KYC (Know Your Customer) તપાસો.

ક્લેમ ફોર્મ

'Online Services' પર ક્લિક કરો અને પછી Form-31, 19 અથવા 10C પર ક્લિક કરો. તમારા સુવિધા અનુસાર યોગ્ય ઓપ્શન પસંદ કરો. અને ક્લેમ ફોર્મ ભરો.

પૈસા જમા

થોડા દિવસોમાં તમારા બેંક એકાઉન્ટમાં પૈસા જમા થઈ જશે.

આ સરળ સ્ટેપ દ્વારા તમે PF એકાઉન્ટમાંથી દીકરીના અભ્યાસ અથવા લગ્ન માટે જરૂરી પૈસા સરળતાથી કાઢી શકો છો.