Met Gala 2025: કિયારા આડવાણી બેબી બંપ સાથે રેડ કાર્પેટ પર, ઇતિહાસ રચાયો

કિયારા આડવાણી મેટ ગાલા 2025માં બેબી બંપ સાથે પહેલીવાર રેડ કાર્પેટ પર ઉતરી, ગાઉનથી આપ્યો ખાસ સંદેશ.

બૉલીવુડ એક્ટ્રેસ કિયારા આડવાણીએ પોતાની પ્રેગ્નન્સીમાં મેટ ગાલાના રેડ કાર્પેટ પર ડેબ્યુ કર્યું અને ઈતિહાસ રચ્યો.

બ્લેક એન્ડ વ્હાઇટ કલરના શાનદાર ગાઉનમાં કિયારાએ મેટ ગાલામાં પોતાનો જલવો દેખાડ્યો.

કિયારાએ આ ગાઉનથી ખાસ મેસેજ આપવાનો પ્રયાસ કર્યો, જેમાં માતૃત્વના પળોને રજૂ કરવામાં આવ્યા.

મેટ ગાલા 2025માં પ્રથમ વખત શિરકત કરતી કિયારાએ સ્વેગ અને ફેશનથી બધાને દીવાના બનાવી દીધા.

કિયારાનું ગાઉન ફેમસ ઇન્ડિયન ડિઝાઇનર ગૌરવ ગુપ્તાએ ડિઝાઇન કર્યું હતું, જે તેમના માટે ભાવુક ક્ષણ હતી.

આ ગાઉનમાં સોનાની બ્રેસપ્લેટ હતી, જેમાં બે દિલ – મા અને બાળક – ગર્ભનાળ જેવી ચેનથી જોડાયા હતા.

કિયારાએ આંદ્રે લિઓન ટેલીને ટ્રિબ્યુટ આપતો ડબલ-પેનલ કેપ પહેરી, અને નારી શક્તિનું પ્રતિનિધિત્વ કર્યું.