ગુજરાત બોર્ડ ધોરણ 10-12ના પરિણામને લઈ મોટા સમાચાર,જાણો ક્યારે જાહેર થશે પરિણામ

Gujarat Board Exam News: ગુજરાત શૈક્ષણિક બોર્ડ ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં લેવાવવામાં આવી હતી. જે તારીખ 11 થી 26 માર્ચ દરમ્યાન યોજાઇ હતી. અને હાલ પરિણામોની તારીખને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં યોજાયેલ બોર્ડની પરીક્ષા ના પરિણામોને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અગાઉ જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા એપ્રિલ મહિનાના અંત સુધીમાં પરિણામ જાહેર કરવામાં આવશે. પરંતુ હાલ નવા અપડેટ સામે આવ્યા છે.

How to check your name in the voter list: મતદાર યાદીમાં તમારું નામ છે? કે નહીં અહીથી ચેક કરો
How to check your name in the voter list: મતદાર યાદીમાં તમારું નામ છે? કે નહીં અહીથી ચેક કરો

લોકસભાની ચૂંટણી બાદ પરિણામ થશે જાહેર!

અલગ અલગ મીડિયા રિપોર્ટ પ્રમાણે જણાવવામાં આવી રહ્યું છે કે આગામી મહિનામાં સાત તારીખે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી નું મતદાન થવાનું છે. આ મતદાન પૂર્ણ થયા બાદ ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ના પરિણામો જાહેર કરવામાં આવશે. પરંતુ પરિણામ અંગે ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવેલ નથી.

લોકસભાની ચૂંટણીને લઈને લેવાયો નિર્ણય!

ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા લેવામાં આવે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાના પરિણામો તૈયાર થઈ ચૂક્યા છે. પરંતુ આગામી સમયમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી હોવાના કારણે મતદાન પહેલા પરિણામ જાહેર કરવામાં આવશે નહીં. અધિકારીનુ એવું માનવું છે કે જો પરિણામ ચૂંટણી પહેલા જાહેર કરવામાં આવે તો વિદ્યાર્થીઓ અને વાલીઓ આ સમય દરમિયાન જો બાર ફરવા જાય તો મતદાન ઓછું થવાની શક્યતા છે.

ગુજરાત બોર્ડ ધોરણ 10-12ના પરિણામને લઈ મોટા સમાચાર,જાણો ક્યારે જાહેર થશે પરિણામ
ગુજરાત બોર્ડ ધોરણ 10-12ના પરિણામને લઈ મોટા સમાચાર,જાણો ક્યારે જાહેર થશે પરિણામ

આ વર્ષે 14 લાખ વિદ્યાર્થીઓ આપી હતી બોર્ડની પરીક્ષા

અમે તમને જણાવી દઈએ કે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં લેવામાં આવી હતી. જે 11 માર્ચ થી લઇ છેલુ પેપર 26 માર્ચ એ હતું. આ વર્ષે 14 લાખ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. મળતી માહિતી મુજબ પેપર ચેકીંગ પૂર્ણ થયા બાદ હવે પરિણામ જાહેર કરવા માટે ડેટા એન્ટ્રી ની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે. અને હવે મીડિયા રિપોર્ટ અનુસાર 7 એપ્રિલ એ સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઇ મતદાન થવાનું છે ત્યાર પછી પરિણામ જાહેર થઈ શકે તેવું અનુમાન છે.

diploma admission gujarat
ડિપ્લોમામાં એડમિશન લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, ચૂંટણીને કારણે તારીખ લંબાવાઈ
admin વિશે
admin Read more
For Feedback - yojanaingujarati.com@gmail.com

Leave a Comment