ચૂંટણીમાં EVM મશીન મહત્વનો ભાગ ભજવે છે. લગભગ 45 વર્ષથી ભારતમાં લોકસભા અને વિધાનસભાની ચુંટણીઓમાં આ મશીનનો ઉપયોગ થઈ રહ્યો છે. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટમાં વોટિંગ અને VVPAT સ્લીપને મેચ કરવાની માગ કરતી પિટિશન પર ચર્ચા ચાલી હતી. ચર્ચા દરમિયાન જસ્ટિસની બેચ દ્વારા EVM મશીનની ટીકા અંગે નારાજગી વ્યકત કરવામાં આવી હતી.
આ સુનાવણી દરમિયાન વકીલ દ્વારા દલીલ કરાઇ હતી જે મુજબ તેમનું કહેવું હતું કે, મોટા ભાગે મતદારોને હવે EVM પર વિશ્વાસ રહ્યો નથી. તેમણે એમ પણ કહ્યું કે, મોટા ભાગના યુરિપિયન કન્ટ્રી EVM ને બદલે બેલેટ પેપરથી વોટિંગ તરફ પરત ફર્યા છે.
સુપ્રીમ કોર્ટમાં પહોંચેલા મામલા બાદ ચાલો જાણીએ કે EVM મશીન એટલે શું? તે કેવી રીતે કામ કરે છે? તેને બનાવવામાં કેટલો ખર્ચ થાય છે તેમજ ચૂંટણી દરમિયાન તેને કઈ રીતે ઉપયોગમાં લેવાય છે. EVM મશીનમાં ગરબડ થવી એવા આક્ષેપો દર વખતે ચૂંટણી દરમિયાન લગાવવામાં આવે છે જેથી EVM એ ઘણી વાર ટીકાનો સામનો કરવો પડ્યો છે.
જાણો, EVM મશીન વિશે
EVM નું પૂરું નામ છે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન. ચૂંટણી દરમિયાન તમામ મતદારોના મતને નોંધવાનું મધ્યમ એટલે EVM મશીન. આ મશીન બેટરી સંચાલિત કાર્યરત હોય છે. આ મશીન કોઈ નેટવર્ક સાથે જોડાયેલા હોતા નથી. મતદાન બાદ મશીનને સીલ કરવામાં આવે છે અને તેને રિઝલ્ટના દિવસે જ ખોલવામાં આવે છે. આ મશીનનો કંટ્રોલ યુનિટ રીટર્નિંગ ઓફિસર પાસે હોય છે.
મશીનની શોધ પહેલા કેવી રીતે થતું મતદાન?
EVM નો આવિષ્કાર 1982 ની સલમા થયો હતો. તેના આગમન પહેલા બેલેટ પેપર દ્વારા મતદાન કરવામાં આવતું. આ મશીનમાં કોઈ કાગળ કે સીલનો ઉપયોગ કરવામાં આવતો નથી. ભારતમાં EVM મશીન બે સરકારી કંપનીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું.
શું મશીન સાથે છેડછાડ શક્ય છે?
અમેરિકાની યુનિવર્સિટીના એક વૈજ્ઞાનિકે દાવો કર્યો હતો કે, તેમની પાસે જે ટેકનૉલોજી છે તેનાથી તે ભારતના EVM ને હેક કરી શકે છે. મોબાઈલના ટેક્સ્ટ મેસેજ મારફત મશીન સાથે છેડછાડ થઈ શકે તેવો સંશોધકો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો.
FAQ
EVMનું પુરુ નામ શું છે ?
EVMનું પુરુ નામ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન છે.
ભારતમાં સૌપ્રથમ EVMનો ઉપયોગ કયા વર્ષમાં થયો હતો?
ભારતમાં EVMનો સૌપ્રથમ ઉપયોગ 1982માં થયો હતો. EVM પહેલા બેલેટ પેપર દ્રારા મતદાન થતું હતું.