SBI Solar Loan Scheme: સોલાર ઈન્સ્ટોલેશન માટે આ બેંક આપે છે મોટી લોન ઓફર

SBI Solar Loan Scheme: સૌર ઉર્જાએ સૌથી ફાયદેમંદ, લાભદાયી હોય છે. ભારત સરકારે પણ સૌર ઉર્જાને પ્રોત્સાહિત કરવા માટે યોજના બાર પાડી છે. જો તમે સોલાર ઇન્સ્ટોલ કરવા માગો છો તો SBI તમને આપશે લોન. જેનાથી સોલાર પેનલ લગાવી શકાય છે અને મફત વીજળીનો પણ લાભ લઈ શકાય છે.

સોલાર પેનલ એક બેસ્ટ ઓપ્શન

આપણે સૌ જાણીએ જ છીએ કે વીજળી કેટલી જરૂરી છે. વીજ ઉર્જાનો વ્યય વધુ પ્રમાણમાં હોવાથી તેનું ઉત્પાદન પણ જરૂરી બને છે. ત્યારે સોલાર પેનલ એક બેસ્ટ ઓપ્શન છે. જો તમે પણ સોલાર પેનલ લગાવવા માગતા હોય તો SBI તમને આપશે લોન. SBI ની ખાસ લોન ઓફર હેઠળ લોકો સરળતાથી સોલાર પેનલ ઇન્સ્ટોલ કરી શકે છે. આ યોજનામાં ક્યાં, કેટલા અને કેવી રીતે લાભ મળવા પાત્ર છે તેની ચર્ચા કરીએ.

E Ration Card Download
E Ration Card Download: ફક્ત 2 મિનિટમાં તમારું ઈ-રેશનકાર્ડ ડાઉનલોડ કરો

પરિવાર દીઠ 300 યુનિટ વીજળી મફત

સરકારની નવી યોજના અંતર્ગત વડાપ્રધાને દેશના 1 કરોડ જેટલા ઘરો પર સોલાર પેનલ લગાવવાનું એલાન કર્યું છે. આ યોજના હેઠળ પરિવાર દીઠ 300 યુનિટ વીજળી મફત મળે છે. આ યોજનાનો ખાસ લાભ ગરીબ પરિવારોને પણ મળે છે. ગરીબ પરિવારોને વળતર મેળવવામાં પણ મદદ મળે છે. આ યોજના દ્વારા સરકારે ઉર્જા બચાવોના સંદેશને ખાસ પ્રોત્સાહન આપ્યું છે. આ યોજના હેઠળ મધ્યમ વર્ગના પરિવારોને 1 KW થી 10 KW ક્ષમતા સુધીની સોલાર સિસ્ટમ પર વળતર અપાશે.

કેટલું મળશે વળતર?

સરકાર તરફથી માલતિ સબસિડીનો લાભ તો જ મળશે જો તમે તમારા ઘરે ગ્રીડ સાથે જોડાયેલી સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરશો. 1 કિલોવોટ સિસ્ટમ માટે 30000 નું વળતર, 2 કિલોવોટ માટે 60,000 નું વળતર. 3 થી 10 કિલોવોટ સુધીની ક્ષમતા ધરાવતી સિસતા માટે 78,000 જેટલું વળતર મળવાપાત્ર છે.

PM Kisan Yojana 17th installment
PM KISAN YOJANA: ખેડૂતોને આતુરતાનો અંત, જાણો ક્યારે ખેડૂતોના ખાતામાં આવશે ₹2,000

સૌથી સસ્તી સોલાર લોન

SBI બેંક સૌથી સસ્તી સોલાર લોન આપે છે. જો તમે પણ આ યોજનાનો લાભ ઉઠાવવા માંગતા હોવ અને તમારી પાસે સોલાર પેનલ માટે પૈસા નથી તો તમે લોન લઈ શકો છો. સમગ્ર લોન પ્રક્રિયા દરમિયાન કોઈ પણ પ્રકારના વધારાનાન ચાર્જ લગાવવામાં આવતા નથી. આ સિસ્ટમ લગાવવા માટે વાર્ષિક આવક ઓછામાં ઓછી 3 લાખ હોવી આવશ્યક છે.

SBI Solar Loan Scheme In Gujarati
SBI Solar Loan Scheme: સોલાર ઈન્સ્ટોલેશન માટે આ બેંક આપે છે મોટી લોન ઓફર
Nupur Thadeshwar વિશે
Nupur Thadeshwar નુપુર થડેશ્વર છેલ્લા પાંચ વર્ષથી મીડિયા સાથે સંકળાયેલા છે. તેમણે ગુજરાતની પ્રસિદ્ધ ચેનલ NEWS18 Gujarati માં કામ કરેલું છે. ગુજરાતી લખાણ તેમનો મુખ્ય શોખ છે. તેમણે એક બુકમાં કો-ઓથર તરીકે પણ કામ કર્યું છે. બિઝનેશ, સ્પોર્ટ્સ, લાઇફસ્ટાઇલ, પોલિટિક્સ સાથે જ સરકારી યોજનાઓ જેવા વિષયો પર તેમની સારી પકડ છે. તેમને નવું-નવું જાણવું ખૂબ ગમે છે તેમજ લોકો સુધી રસપ્રદ માહિતીને પહોચાડવામાં તેઓ રુચિ ધરાવે છે. Read more
For Feedback - yojanaingujarati.com@gmail.com

Leave a Comment