ફ્રી સિલાઈ મશીન યોજના: જાણો કઈ રીતે મહિલાઓને મળશે મફત સિલાઈ મશીન, અરજી અને જરૂરી ડોક્યુમેન્ટ વિશે સંપૂર્ણ માહિતી

free silai machine yojana | ફ્રી સિલાઈ મશીન યોજના: કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સમાજના તમામ વર્ગો માટે ઘણી સહાયકારી યોજનાઓ અમલમાં છે. ખાસ કરીને મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે વિવિધ યોજનાઓ હેઠળ સહાય આપવામાં આવે છે. આવી જ એક મહત્વની યોજના છે free silai machine yojana, જેનો હેતુ મહિલાઓને મફત સિલાઈ મશીન અને સિલાઈ કીટ આપવાનો છે.

ફ્રી સિલાઈ મશીન યોજના 2024

યોજના નામફ્રી સિલાઈ મશીન યોજના (Free Silai Machine Yojana)
વિભાગમહિલા કલ્યાણ વિભાગ
લાભાર્થીદેશની આર્થિક રીતે પછાત મહિલાઓ
યોજના હેતુગરીબ મહિલાઓને મફત સિલાઈ મશીન અને સિલાઈ કીટ પ્રદાન કરવી
યોજના કેટેગરીકેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર
અરજી પ્રક્રિયાઓનલાઇન
ઓફિશિયલ વેબસાઇટhttps://pmvishwakarma.gov.in & https://esamajkalyan.gujarat.gov.in/

સિલાઈ મશીન યોજના વિશે માહિતી

મહિલાઓને સિલાઈ કામ માટે શિવણ કીટ ઉપલબ્ધ કરાવતી આ યોજના રાજ્યમાં બે પ્રકારની યોજનાઓ હેઠળ અમલમાં છે. જેમાં ડ્રો દ્વારા પસંદ થયેલ મહિલાઓને શિવણ કામ માટે કીટ આપવામાં આવે છે.

નમો શ્રી યોજના 2024: સગર્ભા સ્ત્રીઓને મળશે રૂપિયા 12,000 ની સહાય

માનવ ગરીમા યોજના

માનવ ગરીમા યોજનાનો ઉદ્દેશ્ય

આ યોજના અંતર્ગત વિવિધ 228 વ્યવસાયો માટે સાધન કીટ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેમાં દરજી કામ માટે પણ સાધન સામગ્રી આપવામાં આવે છે.

માનવ ગરિમા યોજનાની જોગવાઈઓ

  • નવો ધંધો શરૂ કરવા માટે સાધન સહાય અને ટુલ્સ કીટ આપવામાં આવે છે.
  • લાભાર્થીની ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  • અનુસૂચિત જાતિના લોકો માટે આવક મર્યાદા વાર્ષિક રૂ. 6,00,000 નક્કી કરાઇ છે.
  • અનુસૂચિત જાતિના અતિપછાત લોકોને આવક મર્યાદા લાગુ પડતી નથી.
  • લાભાર્થી અથવા તેમના કુટુંબને આ યોજના અંતર્ગત એક વખત જ લાભ મળે છે.
  • અરજી માટે આધાર કાર્ડ, રેશન કાર્ડ, રહેઠાણનો પુરાવો, જાતિનો દાખલો, અને આવકનો દાખલો જેવા દસ્તાવેજોની જરૂર પડે છે.
  • સૌથી પહેલા ઓનલાઇન અરજી કરવાની હોય છે, અને ત્યારબાદ કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો દ્વારા પસંદગી થાય છે.

Pradhan Mantri Krishi Sinchai Yojana હેઠળ ખેડૂતોને સિંચાઈ ને લગતા સાધનો ખરીદવા માટે મળશે સબસીડી

માનવ કલ્યાણ યોજના

માનવ કલ્યાણ યોજનાનો ઉદ્દેશ્ય

આ યોજના અંતર્ગત આર્થિક રીતે પછાત વર્ગોને પૂરતી આવક અને સ્વરોજગાર માટે જરૂરી સાધન સહાય આપવામાં આવે છે.

માનવ કલ્યાણ યોજનાની જોગવાઈઓ

  • ગરીબી રેખા નીચે રહેતા લોકોની આર્થિક સ્થિતિ સુધારવા માટે 1995માં માનવ કલ્યાણ યોજના શરૂ થઈ હતી.
  • ફેરીયા, શાકભાજી વેચનાર અને અન્ય વ્યવસાય કરતા લોકોને સાધન સહાય આપવામાં આવે છે.
  • આવક મર્યાદા ગ્રામ્ય માટે રૂ. 1,20,000 અને શહેરી માટે રૂ. 1,50,000 નક્કી કરાઈ છે.
  • અરજીકર્તાની ઉંમર 16 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  • આ યોજના માટે પણ ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે, અને આવશ્યક ડોક્યુમેન્ટ્સ જેવી કે આધાર કાર્ડ, રેશન કાર્ડ, રહેઠાણનો પુરાવો, અને આવકનો દાખલો જરૂરી છે.
  • પસંદગી કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો દ્વારા થાય છે.

અગત્યની લીંક

માનવ ગરીમા યોજના ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
માનવ કલ્યાણ યોજના ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
ફ્રી સિલાઈ મશીન યોજના 2024 free silai machine yojana
માનવ કલ્યાણ યોજના મા આવક મર્યાદા કેટલી છે ?

આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. 1,20,000 અને શહેરી વિસ્તાર માટે રૂ. 1,50,000 નક્કી કરવામાં આવી છે.

માનવ ગરીમા યોજનામા લાભાર્થીની પસંદગી કઇ રીતે કરવામા આવે છે?

લાભાર્થીની પસંદગી કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો દ્વારા કરવામાં આવે છે.

Leave a Comment