ગુજરાત પોલીસ ભરતી 2024: અત્યાર સુધીમાં કેટલી અરજી આવી?

ગુજરાત પોલીસ ભરતી 2024: ગુજરાત પોલીસ દળમાં અલગ અલગ વર્ગ ત્રણ ની પોસ્ટ માટે કુલ 12,472 જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ હતું. આ અંગે ઓનલાઇન અરજીઓ પણ થઈ રહી છે અને આવતીકાલે અરજી કરવાની છેલ્લી તારીખ છે. રિપોર્ટ અનુસાર અત્યાર સુધીમાં અરજી દસ લાખને પાર્ક પહોંચી છે.

ગુજરાત પોલીસ દળ ની આ ભરતીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાહી જેવી વર્ગ ૩ ની પોસ્ટ માટે કુલ 12, 472 જગ્યાઓ ભરવા માટે ઓનલાઇન અરજીઓના ફોર્મ ભરાઈ રહ્યા છે.

ગુજરાત પોલીસ દળ ભરતી: 10.60 લાખથી વધુ ફોર્મ ભરાયા

ગુજરાત પોલીસ દળ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ સાહેબ એ અત્યા અંગે મહત્વની જાહેરાતો કરી હતી જેમાં મુખ્યત્વે ધોરણ 12 અને કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીઓ ને પણ આ ભરતીમાં મોકો આપવા માટે આ તમામ વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકશે તેવું જણાવવામાં આવ્યું હતું. ત્યારે હવે ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક દળ ની આ ભરતીમાં કુલ 10 લાખ 60 હજાર થી પણ વધુ અરજીઓ આવી છે. આ સાથે એ પણ જાણવું રહ્યું કે ગુજરાત પોલીસ ભરતી માં થયેલા અરજીમાં 1.15 લાખ જેટલી અરજી હજી પણ કન્ફર્મ કરવાની બાકી છે. હજી પણ જે વિદ્યાર્થીઓએ અરજી નથી કરી તે વિદ્યાર્થીઓ મંગળવારે રાત્રે અરજી કરવાના સમય પહેલા પોતાની અરજી કરી શકે છે.

ગુજરાત પોલીસ ભરતી 2024: અરજી કરવાની છેલ્લી તારીખ 30 મી એપ્રિલ

ગુજરાત પોલીસ ભરતી માટે અત્યારે ફોર્મ ભરાઈ રહ્યા છે. આ ભરતી માં પોલીસ સબ ઇન્સ્પેક્ટર, પોલીસ કોન્સ્ટેબલ, આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ, જેલ કોન્સ્ટેબલ અને લોક રક્ષક જેવી વર્ગ-3 ની જગ્યાઓ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા https://ojas.gujarat.gov.in/ પર ચાલી રહી છે. આ વેબસાઇટ પર જઇ પોતાની અરજી કરી શકો છો.

અરજી સમયે આ વાતનું ધ્યાન રાખો

  • ગુજરાત પોલીસ ભરતી 2024માં જે પણ જગ્યા માટે અરજી કરો છો ત્યારે ખાસ ધ્યાન રાખવું કે પોતાનું નામ, પિતાનું નામ, અટક ધોરણ 12 અથવા તેને સમકક્ષ પરીક્ષાની માર્કસીટમાં જે પ્રમાણે દર્શાવેલ હોય તે પ્રમાણે જ લકહવાનું રહેશે. તથા માર્કસીટ પણ પોર્ટલમાં અપલોડ કરવાની રહેશે.
  • જો ઉમેદવાર 1 કરતાં વધુ કેડર માટે અરજી કરવા ઇચ્છતો હોય તો અરજી કરતી વખતે Both (PSI+LRD) વિકલ્પ પસંદ કરવાનો રહેશે. અને જો કોઈ એક કેડર માટે જ અરજી કરવાનું હોય તો તે ટેડર સિલેક્ટ કરી અરજી પ્રક્રિયા માટે આગળ વધવાનું રહેશે.
  • ગુજરાત પોલીસ ભરતી 2024 માં પણ ધારા ધોરણો મુજબ માજી સૈનિકોને અનામત મળવાપાત્ર છે.
Join Our WhatsApp Channel

1 thought on “ગુજરાત પોલીસ ભરતી 2024: અત્યાર સુધીમાં કેટલી અરજી આવી?”

Leave a Comment

VIએ ગુજરાતના 4 સિટીમાં 5G સેવા સારું કરી, જાણો કયા શહેરમાં मेघा शुक्ला का बोल्ड साड़ी फोटोशूट Met Gala 2025: કિયારા આડવાણી બેબી બંપ સાથે રેડ કાર્પેટ પર, ઇતિહાસ રચાયો એક જ ગોત્રમાં લગ્ન કેમ ન કરવા? જાણો વૈજ્ઞાનિક કારણ દીકરીના લગ્ન કે અભ્યાસ માટે PF એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાની સરળ રીત