નમો લક્ષ્મી યોજના 2024: કન્યા કેળવણી ખૂબ અગત્ય છે. એમાં પણ આજના યુગમાં તો એ ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક પ્રોત્સાહન પૂરું પાડવા રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25 ના બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે બજેટ દરમિયાન નામો લક્ષ્મી યોજનાની ઘોષણા કરાઇ છે. આ યોજના હેઠળ વિદ્યાર્થીનીઓને ધોરણ 12 ની પરીક્ષા પાસ કર્યા સુધીમાં સરકાર તરફથી કુલ, 50,000 રૂપિયાની સહાય કરાશે.
નમો લક્ષ્મી યોજના 2024
જો તમે પણ રાજ્ય સરકાર પાસેથી આ યોજનાનો લાભ મેળવીને આર્થિક સહાય મેળવવા માંગતા હોય તો તમારે namo lakshmi yojana gujarat 2024 વિશે સંપૂર્ણ જાણકારી મેળવવી જરૂરી બને છે. તો ચાલો જાણીએ કે આ યોજના શું છે? કેવી રીતે કામ કરે છે.
નમો લક્ષ્મી યોજના વિશે
આ યોજનાનું નામ છે નમો લક્ષ્મી યોજના. આ યોજના રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઇ દ્વારા શરૂ કરવામાં આવી હતી. યોજનાની જાહેરાત 2024 ના ફેબ્રુઆરીમાં બજેટ દરમિયાન કરાઇ હતી. આ યોજનાનો લાભ ધોરણ 9 થી 12 માં ભણતી વિદ્યાર્થિનીઓ લઈ શકે છે. આ માટેની અરજી આજથી એટલે કે 27 મે 2024 થી શરૂ થઈ છે. પ્રથમ હપ્તો 27 જૂન 2024 એ મળશે. તમે ઓનલાઈન અથવા ઓફલાઇન બંને રીતે યોજનાનો લાભ લઈ શકો છો.
નમો લક્ષ્મી યોજનાનો હેતુ
નામો લક્ષ્મી યોજના શરૂ કરવા પાછળનો હેતુ વિદ્યાર્થીઓની જરૂરિયાત પૂરી થાય તેમજ તેમણે પોષણ, આરોગી અને શિક્ષણ પ્રોત્સાહન આપવા માટેનો છે. ગુજરાત સરકાર દ્વારા અત્યાર સુધીમાં સૌથી મોટું બજેટ લોન્ચ કરવામાં આવેલું છે. જેમાં શિક્ષણ વિભાગ અંતર્ગત કુલ 55,114 કરોડ રૂપિયાનો ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવશે. આ યોજનાનો લાભ ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી દીકરીઓને મળશે.
યોજના વિશે જાણો આ મહત્વની વાત
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં જણાવાયું હતું કે 27 મે 2024 થી નમો લક્ષ્મી યોજનાના એપ્લીકેશન ફોર્મ ભરવાની શરૂઆત કરી દેવામાં આવશે. 27 જૂને પહેલો હપ્તો આપી દેવામાં આવશે. આ હપ્તો 85 કરોડ રૂપિયાનો હશે જેમાં નમો સરસ્વતી યોજનાના લાભાર્થીનો પણ સમાવેશ થાય છે.
નમો લક્ષ્મી યોજનાના ફાયદા
આ માટે વિદ્યાર્થિનીઓને ધોરણ 9 અને 10 માં 10-10 હજાર તેમજ ધોરણ 11 અને 12 માં 15-15 હજાર એમ કુલ 50,000 રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવશે.
નમો લક્ષ્મી યોજના જરૂરી ડૉક્યુમેન્ટસ
આ માટે જરૂરી પુરાવા જેવા કે, આધારકાર્ડ, સ્કૂલ આઈડી, સ્કૂલ માર્કશીટ, એન્યુયલ ઇનકમ સર્ટિફિકેટ, બેન્ક એકાઉન્ટની વિગત, બર્થ સર્ટિફિકેટ, મોબાઈલ નંબરની જરૂર પડે છે.