નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકાર જલ્દી જ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો ટ્રાન્સફર કરવા જઈ રહી છે. જેની ચર્ચા સોશિયલ મીડિયા અને મીડિયામાં પણ થઈ રહી છે. આ હપ્તાથી ઘણા બધા ખેડૂતોને લાભ થશે. જે આ મોંઘવારીના સમયમાં એક નાનકડી આર્થિક મદદના રૂપમાં છે. જો તમે પણ આ હપ્તાનો લાભ મેળવવા ઈચ્છતા હોય તો નીચે જણાવેલ જરૂરી કામ કરી લો.
pm kisan samman nidhi yojana અંતર્ગત સરકાર દ્વારા બનાવવામાં આવેલ નિયમોનું પાલન જો ન કરવામાં આવે તો તમને મળનાર પીએમ કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો અધવચ્ચે જ લટકી પડશે. જેનાથી તમને નુકસાન થઈ શકે છે. જોકે હજી સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 17માં હપ્તાની ટ્રાન્સફર કરવાની તારીખ જાહેર કરી નથી. પરંતુ અહેવાલો અનુસાર 15મી મે 2024 ના રોજ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 17મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. અને જો 15 મે 2024 સુધીમાં હપ્તો જમા થાય તો તમારે ક્યાંય બેંકે ધક્કા ખાવા જવાની જરૂર નથી ઘરે બેઠા જ ઓનલાઇન ચેક કરી શકો છો.
ખેડુતોએ આ જરૂરી કામ ફટાફટ કરવી લેવું જોઈએ
જો તમે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના આગલા હપ્તા નો લાભ મેળવવા ઇચ્છતા હોય તો તમારે આ જરૂરી વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ખેડૂતોને 17માં હપ્તાનો લાભ મેળવવા માટે સૌપ્રથમ ઈ કેવાયસી કરેલ હોવું જોઈએ જો ન કરેલ હોય તો તે તાત્કાલિક કરાવી લેવું. આ સિવાય જમીનની ચકાસણી કરવાની રહેશે. જો અત્યાર સુધી આ બંને કામ ન કર્યા હોય તો તાત્કાલિક કરાવી લેવા નહીં તો લાભ મળશે નહીં.
ઉપર જણાવ્યા મુજબ બંને કામ ન પૂર્ણ ન કર્યા તો તમને મળનાર 2,000 રૂપિયા અટકી જશે. સરકારે ગયા વખતે પણ 16માં હપ્તામાં ઇ કેવાયસી અને જમીન ચકાસણી નહોતી કરાવી તેમને ₹2,000 હજુ સુધી તેમના ખાતામાં જમા થયા નથી. તમારુ કેવાયસી થયેલ છે કે નહીં તે આસાનીથી ચેક કરી શકાય છે અને સાથે 16માં હપ્તા ના રૂપિયા તમારા ખાતામાં જમા થયા છે કે નહીં તે પણ નીચે જણાવેલ પ્રોસેસથી ઘરે બેઠા ચેક કરી શકાય છે.
pm kisan samman nidhi yojanaની હપ્તાની રકમ કેવી રીતે ચેક કરવી?
પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 16 મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે. જેને તમે ઘરે બેઠા આસાનીથી તમારા મોબાઇલ અથવા કમ્પ્યુટર નીચે જણાવેલ પ્રોસેસ વડે જોઈ શકો છો.
પીએમ કિસાન સન્માન નિધિ યોજના નો હપ્તો તમારા ખાતામાં જમા થયો છે કે નહીં તે જોવા માટે સૌપ્રથમ તમારે સત્તાવાર વેબસાઈટ pmkisan.gov.in પર જવાનું રહેશે.
જ્યારે તમે આ પોર્ટલ ખોલશો ત્યારે હોમ સ્ક્રીન પર ‘Know Your Status’ વાળા વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
પછી ખેડૂતે પોતાનો રજીસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો રહેશે અને ત્યાર પછી નીચે આપેલ કેપ્ચા કોડ દાખલ કરવાનો રહેશે.
પછી માહિતીની સૂચિ બનાવો અને પછી તમારે ગેટ વિગતો વિકલ્પ પર ક્લિક કરવાની જરૂર પડશે.
તેના પછી તમે જુઓ કે તમારી સામે તમારું સ્ટેટસ ખુલશે.
તેના પછી તમને ખબર પડી શકે છે કે તમારા ખાતામાં હપ્તો જમા થયો છે કે નહીં.