દીકરીને બનાવવી છે ડોક્ટર? ગુજરાત સરકાર આપશે 6 લાખની સહાય, જાણો યોજનાની તમામ માહિતી

ગુજરાતના મેડિકલ કૉલેજોની ફી 80% જેટલી વધારવામાં આવી છે, જેમાં સરકારી ક્વોટાની સીટની ફી રૂ. 3.30 લાખમાંથી વધારીને રૂ. 5.50 લાખ કરવામાં આવી છે. મેનેજમેન્ટ ક્વોટાની સીટની ફી રૂ. 9.75 લાખમાંથી વધારીને રૂ. 17 લાખ કરવામાં આવી છે. આ ફી વધારાને કારણે વાલીઓ ચિંતામાં મુકાયા છે. પણ ગુજરાત સરકારની દીકરીઓ માટેની વિશેષ સહાય યોજના આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં તેમનો અભ્યાસ ચાલુ રાખવામાં મદદરૂપ બનશે.

દીકરીઓ માટે ખાસ સહાય યોજના

ગુજરાત સરકાર દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ‘મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના’ અને ‘મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના’ અમલમાં લાવી છે. આ યોજનાના આધારે, દીકરીઓને કુલ રૂ. 6 લાખ સુધીની શિષ્યવૃતિ મળી શકે છે.

મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના

આ યોજનામાં, દીકરીઓને કુલ રૂ. 4 લાખની આર્થિક સહાય મળશે. આ ઉપરાંત, ‘મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન’ દ્વારા અન્ય 2 લાખની સહાય મળે છે, એટલે કે, મેડિકલમાં ઉચ્ચ અભ્યાસ માટે કુલ 6 લાખ સુધીની સહાય મળે છે.

લાયકાત

  • અરજદાર ગુજરાતના વતની હોવા જોઈએ.
  • ફક્ત બહેનોને જ મળવાપાત્ર.
  • ગુજરાતમાં આવેલી મેડિકલ કૉલેજમાં પ્રવેશ મેળવેલ હોવા જોઈએ.
  • ધોરણ-10ની પરીક્ષામાં 80% અથવા તેથી વધુ પર્સેન્ટાઈલ અને ડીપ્લોમા કોર્સમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર.
  • ધોરણ-12 વિજ્ઞાન અથવા સામાન્ય પ્રવાહમાં 80% અથવા તેથી વધુ પર્સેન્ટાઈલ અને નિશ્ચિત સ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર.
  • રૂ. 6 લાખ સુધીની કૌટુંબિક વાર્ષિક આવક ધરાવનાર વાલીઓના સંતાન.

જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • ધોરણ-10 અથવા 12ની માર્કશીટ
  • ડિપ્લોમા અથવા ડિગ્રીમાં પ્રવેશ સમિતિનો લેટર
  • ટ્યુશન ફી રીસીપ્ટ
  • સેલ્ફ ડિકલરેશન
  • વાલીઓનું આવકનું પ્રમાણપત્ર
  • કોલેજનું પ્રમાણપત્ર
  • બેંક પાસબુક
  • ઇન્કમ ટેક્ષ રિટર્નની નકલ
  • ફોટોગ્રાફ
  • મોબાઇલ નંબર અને ઇમેઇલ ID

કેવી રીતે અરજી કરવી

  1. MYSY Website પર જાઓ.
  2. ‘Login/Register 2023-24’ પર ક્લિક કરો.
  3. નવી અરજી માટે નોંધણી કરો.
  4. રજિસ્ટ્રેશનમાં જરૂરી માહિતી ભરો.
  5. લોગિન કરો અને અરજીઓની વિગતો ભરો.
  6. દસ્તાવેજો અપલોડ કરો અને અરજી સબમિટ કરો.
  7. હેલ્પસેન્ટર પર જઈને દસ્તાવેજો વેરિફિકેશન કરાવો.

કેટલી દીકરીઓને મળી છે સહાય

2017માં શરૂ થયેલી આ યોજનાથી અત્યાર સુધીમાં 19,776 વિદ્યાર્થિનીઓને 573.50 કરોડની આર્થિક સહાય મળી છે. 2023-24 માટે 4000 વિદ્યાર્થિનીઓને 140 કરોડની સહાય આપવાનો લક્ષ્યાંક હતો, જેમાં 4982 વિદ્યાર્થિનીઓને 171.55 કરોડની સહાય મળી છે.

Leave a Comment