લોનનો હપ્તો ચૂકી ગયા છો અને રિકવરી એજન્ટ કરે છે પરેશાન? તો લો આ પગલાં

ઘણી વખત સંજોગો એવા ઉદ્દભવે કે નાણાકીય સંકટ આવી ચડે. એવા સમયે લોનનો હપ્તો ચૂકી જવાતા રિકવરી એજન્ટોને મોકલી બેંક નાણાં વસૂલવા પ્રયત્ન કરે છે. આવા રિકવરી એજન્ટો લોન લેનારાઓને ખૂબ કનડગત કરે છે. સામાન્ય રીતે લોનના વિવિધ પ્રકાર હોય છે. જેમકે, હોમ લોન, કાર લોન, પર્સનલ લોન. ક્યારેક એવું બને કે લોકો હપ્તા સમયસર ભરી શકે નહીં. ત્યારે રિકવરી એજન્ટો લોનધારકને હેરાન કરે છે, આ પરિસ્થિતીમાં રિકવરી એજન્ટો સામે ફરિયાદ નોંધાવી શકાય છે.

મધ્યમ વર્ગના માણસ સામે અનેક પડકારો ઊભા હોય છે, એવા સમયે કોઈ આપદા આવી જવી કે પછી જોબલેસ થવું એવા સંકટ પણ આવી જતાં હોય છે. એમની પાસે પહેલેથી એક સિકયોર મૂડી હોતી નથી કે એમાંથી તે હપ્તાની રકમ ચૂકવી શકે. જેથી ક્યારેક સંજોગ એવા ઊભા થાય કે ગ્રાહક લોનનો હપ્તો નિયત સમયે ચૂકવી શકતો નથી. ત્યારે બેંક દ્વારા પૈસાની વસૂલી માટે રિકવરી એજન્ટો રાખવામાં આવે છે. તેઓ લોનધારક સાથે ગેરવ્યવહાર દાખવે છે.

કેવી રીતે કરી શકાય ફરિયાદ?

જ્યારે પણ રિકવરી એજન્ટો હેરાન કરે ત્યારે તેવા લોકો સામે ફરિયાદ નોંધાવી શકાય છે. લોન લીધા બાદ જ્યારે તેના હપ્તા ચૂકવવામાં લોનધારક અસમર્થ રહે છે ત્યારે રિકવરી એજન્ટો ગેરવર્તન કરે છે. ત્યારે તેમના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી શકાય છે. આ કેસમાં પોલીસ કડક કાર્યવાહી કરી શકે છે.

RBI માં પણ કરી શકાય છે ફરિયાદ

RBI એ લોનને લઈને ખાસ નિયમો ઘડેલા છે. તેની ગાઈડલાઇનનું ઉલ્લંઘન કરનારા સામે RBI કડક પગલાં લે છે. જ્યારે પણ એજન્ટો RBI ના નિર્દેશોનું પાલન કરતાં નથી તેમજ અભદ્ર ભાષાનો પ્રયોગ કરે છે ત્યારે લોનધારક RBI ને લેખિતમાં ફરિયાદ કરી શકે છે.

Leave a Comment